આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં પાકિસ્તાન યુએસએ સામે પોતાનો બીજા મેચ રમશે. આ મેચ પહેલા યુએસએ ટીમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ૧૦ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેના મહત્વપૂર્ણ મેચ પહેલા યુએસએને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ફાસ્ટ બોલર જસદીપ સિંહ ખભાની ઇજાને કારણે સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ૩૨ વર્ષીય જસદીપ સિંહને ૫ ફેબ્રુઆરીએ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રેકટીસ મેચ દરમિયાન ઈજા થઈ હતી. જસદીપ તે મેચમાં એક પણ બોલ ફેંકી શક્યો ન હતો. ત્યારબાદ, તે વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત સામે યુએસએની પ્રથમ ટી૨૦ વર્લ્ડ કપ મેચમાં પણ ભાગ લઈ શક્યો ન હતો.
આઈસીસીએ જસદીપ સિંહના સ્થાને યુએસએ ટીમમાં એહસાન આદિલના સમાવેશને મંજૂરી આપી છે. એહસાન આદિલ અગાઉ પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે. તેણે પાકિસ્તાન માટે ત્રણ ટેસ્ટ અને છ વનડે રમી છે, જાકે તેણે હજુ સુધી યુએસએ માટે સત્તાવાર મેચ રમી નથી.
આઇસીસી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,આઇસીસી મેન્સ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટેની ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ જસદીપ સિંહના સ્થાને એહસાન આદિલને યુએસએ ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી છે. જસદીપ સિંહને ૫ ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રેકટીસ મેચ દરમિયાન જમણા ખભામાં ઈજા થઈ હતી. રસપ્રદ વાત એ છે કે એહસાન આદિલ પોતાની પહેલી મેચ પોતાના દેશ પાકિસ્તાન સામે રમી શકે છે. યુએસએ અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.”
જસદીપ સિંહ ઉપરાંત, બે અન્ય યુએસએ ફાસ્ટ બોલર પણ ઈજાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભારત સામેની મેચ દરમિયાન અલી ખાન અને શુભમ રંજને ઈજાગ્રસ્ત થયા હતા. અલી ખાન ફિÂલ્ડંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે શુભમ રંજને તેની ઓવર દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બંને બોલરોએ ઈજા પહેલા બે-બે ઓવર ફેંકી હતી, પરંતુ તેમને મેદાન છોડવાની ફરજ પડી હતી. હવે, પાકિસ્તાન સામેની મેચ માટે તેમની ઉપલબ્ધતા પણ શંકામાં છે. શ્રેણીબદ્ધ ઈજાઓને કારણે, યુએસએ ટીમ સંતુલન સાથે સંઘર્ષ કરી રહી છે, ખાસ કરીને ઝડપી બોલિંગ વિભાગમાં. પાકિસ્તાન જેવી મજબૂત ટીમ સામેની મેચ પહેલા આ સ્થિતિ યુએસએ માટે મોટો પડકાર બની શકે છે.
યુએસએની ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની ટીમઃ મોનાંક પટેલ (કેપ્ટન અને વિકેટકીપર), એન્ડ્રીસ ગૌસ, શાહન જયસૂર્યા, મિલિંદ કુમાર, શયાન જહાંગીર, સૈતીજા મુક્કમલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, નોથુશ કેંજીગે, શેડલી વાન શાલ્ક્વાહમ, મોહમ્મદ શૈકવક, શૌકવક, મોહમ્મદ. રાંજને, અલી ખાન, એહસાન આદિલ.















































