મતીરાળા ગામે ગાગડીયા નદીના પટમાંથી દેશી હાથબનાવટની જામગરી બંદૂક સાથે યુવક પકડાયો હતો. લીલીયામાં રહેતો સાદિકભાઈ હારૂનભાઈ મકવાણા (સિપાઈ) (ઉં.વ.૨૪) પોતાના કબજામાં ગેરકાયદેસર વગર લાઈસન્સની દેશી હાથબનાવટની જામગરી બંદૂક સાથે ઝડપાયો હતો. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે. કે. પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.