પીઠવાજાળ ગામ નજીકથી ઈનોવા કારમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો છે. વિઠ્ઠલપુર-ખંભાળીયાથી પીઠવાજાળ જવાના રસ્તે ગામ નજીકથી પસાર થઈ રહેલી ઈનોવા કારને પોલીસે અટકાવી તલાશી લેતાં, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૭૨ બોટલો મળી આવી હતી. પોલીસે ઈનોવા કાર, દારૂની બોટલો અને મોબાઈલ મળી કુલ રૂ. ૨,૧૦,૭૨૪નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ઉપરાંત, જિલ્લામાં એક મહિલા સહિત ૧૧ લોકો પાસેથી દેશી દારૂ પકડાયો હતો, જ્યારે વિવિધ સ્થળોએથી ૨૪ ઈસમો કેફી પીણું પીને રખડતા-ફરતા મળી આવ્યા હતા.