ગીરગઢડા તાલુકાના ઘોકડવા ગામે આવેલા મોક્ષધામ ખાતે સ્વ. વનરાજભાઈ જીકુભાઈ દરબારના સ્મરણાર્થે રૂ. ૧૨ લાખના ખર્ચે તૈયાર કરાયેલ સ્નાનઘાટનું લોકાર્પણ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્નાનઘાટના નિર્માણથી અંતિમ સંસ્કાર બાદ ધાર્મિક વિધિ અને સ્નાન માટે આવતા લોકોને સુવિધા મળશે. આ તકે ભૂતડા દાદા મંદિર ખાતે ધારાસભ્યની શાકર તુલા કરવામાં આવી હતી. અન્નપૂર્ણા આશ્રમ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થયું હતું. ધારાસભ્યએ તર્પણ
ગૃહના નિર્માણ માટે રૂ. ૫ લાખના અનુદાનની જાહેરાત કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.








































