દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલી જીય્હ્લૈં-૨૦૨૬ રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય કુસ્તી સ્પર્ધામાં કોડીનારની ચૌહાણ અદિબાએ અંડર-૧૯ વયજૂથની ૫૯ કિલોગ્રામ વજન શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગીર સોમનાથ જિલ્લાનું નામ રોશન કર્યું છે. અદનાન ચૌહાણની દીકરી અદિબાની આ સિદ્ધિથી પરિવારજનો અને રમતપ્રેમીઓમાં ખુશીની લહેર પ્રસરી છે. તેની સફળતા અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે.




































