દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) સાંસદ કનિમોઝીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળ્યા બાદ કહ્યું કે તેમની પાર્ટીએ સીમાંકન બિલને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.સાંસદ કનિમોઝીએ શનિવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા. બેઠક દરમિયાન, કનિમોઝીએ કહ્યું કે તેમની પાર્ટીએ સીમાંકન બિલને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. અમે સીમાંકન બિલને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. ડીએમકેની માંગણીઓને બિલમાં સામેલ કરવામાં આવી છે. ૨૦૨૪માં ડીએમકે સરકારે જે મુદ્દાઓ પસાર કર્યા હતા તે બધા મુદ્દાઓ બિલમાં સામેલ કરવામાં આવ્યા છે. ડીએમકે જે મુદ્દાઓ પર ભાર મુક્યો હતો તે બધા હવે આ બિલનો ભાગ છે. અમે એવી પણ માંગણી કરી હતી કે તે આગામી ૨૫ વર્ષ સુધી યથાવત (સ્થિર) રહે, અને આ બિલમાં પણ સામેલ છે. અમને જે જાઈતું હતું તે મળ્યું છે.”
શનિવારે દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના અનેક સાંસદોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મુલાકાત લીધી. ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ, ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું, “આજે સવારે અમારા નેતા એમ.કે. સ્ટાલિને ડીએમકે સાંસદોની બેઠક બોલાવી હતી.” અમે સીમાંકન બિલ પર અમારા વલણ અંગે નિર્ણય લીધો છે અને એક નિવેદન બહાર પાડ્યું છે કે અમે તેને સમર્થન આપીશું.” તેથી જ અમે ગૃહમંત્રી અને સરકારને અમારા વલણ વિશે જાણ કરવા આવ્યા છીએ.
તમિલનાડુના પ્રતિનિધિત્વ અને મહિલા ક્વોટા પર પાર્ટીના વલણ અંગે, તેમણે કહ્યું કે જ્યારે કેન્દ્ર સરકારે બેઠકોની સંખ્યા વધારવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો હતો, ત્યારે તેમની માંગ હતી કે તે ૧૯૭૧ ના આંકડા પર આધારિત હોય. સરકારે આ માટે સંમતિ આપી છે અને ૨૫ વર્ષ માટે આને યથાવત (સ્થિર) રાખવા માટે પણ સંમતિ આપી છે. આનાથી તમિલનાડુના સાંસદોની સંખ્યા ૩૯ થી વધીને ૫૯ થશે. આ બિલ પસાર થયા પછી, મહિલા અનામત બિલ લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે સીમાંકન બિલ અંગે આજે ડીએમકેની બેઠક યોજાઈ હતી. પાર્ટીના નેતા એમકે સ્ટાલિને આ બેઠક બોલાવી હતી. બેઠક બાદ, ડીએમકેએ સીમાંકન બિલને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.





































