પાટીદાર અનામત આંદોલનથી રાજકીય ઓળખ બનાવનારા અને એક સમયે ગુજરાત સરકાર સામે આંદોલનનું નેતૃત્વ કરનારા બે પૂર્વ નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટે ફરી રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર સાથે મૂકેલી રહસ્યમય પોસ્ટ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ તેમના સમર્થનમાં પોસ્ટ મૂકી છે. બંનેની પોસ્ટમાં એકસરખો સંદેશ જાવા મળતાં તેની પાછળનું કારણ શું છે તે અંગે અટકળો શરૂ થઈ છે.
હાર્દિક પટેલે ૨૫ નવેમ્બરની સાંજે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલપતિના ગીતનો ઉપયોગ કરીને લખ્યું હતું કે, ‘મારી શાંતિને નબળાઈ સમજવાની ભૂલ ન કરતા.’
આ ઉપરાંત કેપ્શનમાં તેમણે ‘દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી’ તેવો સંદેશ પણ આપ્યો હતો. હાર્દિકની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. પોસ્ટમાં કોઈ વ્યક્તિ કે ઘટનાનો સીધો ઉલ્લેખ ન હોવાથી તેના સંકેત કોના તરફ છે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી.હાર્દિક પટેલની પોસ્ટ બાદ પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક સાથેની પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અલ્પેશે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમારી ખામોશીને કમજારી સમજવાની ભૂલ ન કરતા.’ સાથે જ તેમણે વધુમાં લખ્યું હતું કે, ‘અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં, સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ.’
અલ્પેશની આ પોસ્ટને હાર્દિકની પોસ્ટ સાથે જાડીને જાવામાં આવી રહી છે. બંને નેતાઓના શબ્દોમાં સામ્યતા જાવા મળતાં સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રકારની ચર્ચાઓએ જાર પકડ્યું છે. એક સમયે પાટીદાર અનામત આંદોલન દરમિયાન સરકાર સામે અવાજ ઉઠાવનારા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા હાલ ભાજપ સાથે જાડાયેલા છે. હાર્દિક પટેલ વિરમગામ બેઠકના ભાજપના ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં બંને પૂર્વ આંદોલનકારીઓની આ પ્રકારની પોસ્ટે પાટીદાર સમાજ સહિત રાજકીય વર્તુળોમાં કુતૂહલ જગાવ્યું છે.
બંને નેતાઓની પોસ્ટ પાછળ કોઈ રાજકીય નારાજગી છે, કોઈ વ્યક્તિને સંકેત આપવામાં આવ્યો છે કે પછી માત્ર સ્વાભિમાન અને મૌનનો સંદેશ છે, તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે.આ સમગ્ર મામલે અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે હાર્દિક પટેલના સમર્થનમાં પોસ્ટ મૂકી છે. જાકે, હાર્દિક પટેલે મૂળ પોસ્ટ કયા કારણોસર મૂકી છે તેની તેમને જાણ નથી. એટલું જ નહીં, આ પોસ્ટને લઈને હાર્દિક અને તેમની વચ્ચે કોઈ વાતચીત પણ થઈ નથી. આથી બંને નેતાઓની પોસ્ટ પાછળનું વાસ્તવિક કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જાકે, એક જ સમયગાળામાં સામે આવેલી આ બે પોસ્ટે પાટીદાર રાજકારણમાં ફરી એકવાર ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે.




































