નૂતન વર્ષના પાવન અવસરે પરસ્પર સ્નેહ, સંવાદ અને સંગઠનની એકતાને વધુ સુદૃઢ કરવાના ઉમદા હેતુથી ભારતીય જનતા પાર્ટી – અમરેલી જિલ્લો તથા ૯૫-અમરેલી વિધાનસભા પરિવાર દ્વારા ‘નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ આજ રોજ સાંજે ૪ઃ૦૦ કલાકે અમરેલીના લાઠી રોડ સ્થિત વિદ્યાસભા કેમ્પસ ખાતે યોજાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી તથા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા વિશેષ ઉપસ્થિત રહેશે. નિમંત્રક કૌશિક વેકરિયા અને ૯૫-અમરેલી વિધાનસભા પરિવાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ-બહેનો, પદાધિકારીશ્રીઓ, આગેવાનો અને શુભેચ્છકોને આ સ્નેહમિલન સમારોહમાં સમયસર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહે તેવું આમંત્રણ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ પાઠવેલ છે.








































