ઊના તાલુકાના આમોદ્રા ગામે સંત મૂળદાસજીની ૩૫૨મી જન્મજયંતિ નિમિત્તે આજથી ત્રિદિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નૂતન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા, મહાપ્રસાદ, સંતવાણી અને લોકડાયરા સહિતના કાર્યક્રમોમાં ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી લુહાર, સુતાર અને પંચાલ સમાજના અગ્રણીઓ, સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. મંદિર નિર્માણમાં મુખ્ય દાતા મહેશભાઈ નરોતમભાઈ કવા (બૂચરવાડા, દિવ-લંડન) સહિત દાતાઓનો સહયોગ મળ્યો છે.








































