કૃષ્ણનગરથી સોમવારે વહેલી સવારે બગસરા આવવા નિકળેલી બસ ઈસ્કોન પાસે પહોંચતા એક દારૂડીયાએ પથ્થરમારો કરી બસનો પાછળનો કાચ ફોડી નાખતા થોડીવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો. જા કે દારૂડીયાને ઝડપી પોલીસને સોંપી દેવાયો છે. બગસરા ડેપોની બસ કૃષ્ણનગરથી વહેલી સવારે આવવા માટે નિકળી હતી. તહેવારોને લઈ બસમાં મુસાફરોની ભારે ભીડ હોય બસ ઈસ્કોન પાસે પહોંચતા એક દારૂડીયાએ બસના પાછળના કાચ પર પથ્થરમારો કરતા પથ્થર કાચ ફોડી બસની અંદર આવ્યો હતો. પથ્થરનો ઘા થતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જા કે ડ્રાઈવર જયદેવભાઈ વાઘેલાએ તાત્કાલિક બસ ઉભી રાખી પથ્થરમારો કરનાર દારૂડીયાને ઝડપી બસમાં બેસાડી દીધો હતો અને ૧૧રમાં ફોન કરી પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે દારૂડીયા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. આ ઘટનાની જાણ અમદાવાદ એસ.ટી. વિભાગના અધિકારીઓને કરવામાં આવતા અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.









































