રાજુલા તાલુકાના માંડળ ગામે મોક્ષધામની સામે બાઈક આડે ભૂંડ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ અંગે કાનજીભાઈ ઉર્ફે કનુભાઈ રત્નાભાઈ
વાળા (ઉં.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, પ્રવીણભાઈ રત્નાભાઈ વાળા (ઉં.વ. ૩૬) પોતાની દુકાને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક ભૂંડ આડે આવતાં તેમણે બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું હતું. આ ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.





































