અમરેલી શહેરના ગજેરાપરા વિસ્તારમાં સાવરકુંડલા રોડ ફાટક પાસે, નવા રામજી મંદિર સામે રહેતા કનુભાઈ બોઘાભાઈ ધોળકિયા (ઉં.વ. ૫૦)એ ગત તા. ૧૩/૧૧/૨૦૨૬ના રોજ સવારે ૭ઃ૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરના રસોડામાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ બેભાન અવસ્થામાં ICUમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે તેમના પુત્ર પરેશભાઈ કનુભાઈ ધોળકિયાએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા એ.એસ.આઈ. એસ.બી. સૈયદે વધુ તપાસ હાથ ધરી છે.