ખાંભામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં સુલતાન સોલંકીની હત્યા થઈ હતી. આ બનાવમાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે તમામ આરોપીઓને ખાંભાના ભગવતી પરા વિસ્તારમાં ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અથડામણ દરમિયાન સુલતાનભાઈને છરીના ઘા વાગતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં અન્ય પાંચથી વધુ લોકો પણ ઘાયલ થયા હતા. પોલીસે રિકન્સ્ટ્રક્શન સહિતની કાર્યવાહી હાથ ધરી હત્યા પાછળના કારણો અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ શરૂ કરી છે.









































