વિદેશ મંત્રાલયે “રાષ્ટ્રીય નીતિ” નો ઉલ્લેખ કરીને ભગવંત માનની પાકિસ્તાન મુલાકાત અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું ની પાકિસ્તાન મુલાકાત અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે, જેમાં જણાવ્યું છે કે ભારત અન્ય દેશો સાથેના સંબંધોની વાત આવે ત્યારે રાષ્ટ્રીય નીતિનું પાલન કરે છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ ૨૩ ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે તેમને ૨૭ નવેમ્બરે લાહોરમાં યોજાનારી વિશ્વ પંજાબી પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. જાકે, તેમણે પ્રશ્ન કર્યો હતો કે શું તેમને પાકિસ્તાનની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.
વધુમાં, માનએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે જા કરતારપુર કોરિડોર ફરી ખુલે છે, તો પંજાબ વિધાનસભાના તમામ ધારાસભ્યો પાકિસ્તાનમાં કરતારપુર સાહિબની મુલાકાત લે. એમઇએ પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુદ્દા પર સ્પષ્ટતા કરતા કહ્યું, “જ્યારે અન્ય દેશો સાથેના સંબંધોની વાત આવે છે, ત્યારે અમારી પાસે એક રાષ્ટ્રીય નીતિ છે, અને અમે અપેક્ષા રાખીએ છીએ કે દરેક વ્યક્તિ તેનું પાલન કરે.”
રણધીર જયસ્વાલે કહ્યું, “જ્યાં સુધી વિદેશ પ્રવાસ કરતા મહાનુભાવોને રાજકીય મંજૂરી આપવાની વાત છે, ત્યાં સુધી વિદેશ મંત્રાલય તેની એકંદર નીતિ અનુસાર તેનું મૂલ્યાંકન કરે છે અને તે મુજબ પ્રક્રિયા કરે છે.” રણધીર જયસ્વાલે કહ્યું, “પહલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન પ્રત્યેનું અમારું વલણ દરેક માટે એકદમ સ્પષ્ટ હોવું જાઈએ.”
૭ નવેમ્બરના રોજ, સમાચાર આવ્યા કે પાકિસ્તાને કહ્યું હતું કે જો ભગવંત માન પાકિસ્તાન જવા માંગતા હોય તો તેઓ તેમને વિઝા આપવાનું વિચારશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સજ્જાદ હૈદર ખાને તેમની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નિવેદન આપ્યું હતું, જેનાથી દેશમાં ચર્ચાઓનો દોર શરૂ થયો હતો.
ખાને કહ્યું હતું કે, “જો તેઓ (માન) દેશની મુલાકાત લેવા માંગતા હોય, તો પાકિસ્તાન સરકાર તેમને વિઝા આપવાનું વિચારશે.” જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ભારત સરકાર ભગવંત માનને પાકિસ્તાન જવાની મંજૂરી આપશે કે નહીં તે સંપૂર્ણપણે અલગ બાબત છે. ૧૩ નવેમ્બરના રોજ, ભારતના વિદેશ મંત્રાલયે આ મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન પ્રત્યે અમારું વલણ શું છે તે દરેકને સ્પષ્ટ હોવું જાઈએ.









































