અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા અંતર્ગત ૧.૯૩ લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. ૩૮.૭૧ કરોડથી વધુની સહાય જમા થનાર છે.
આ યોજના અંતર્ગત ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે રાષ્ટ્રીય કક્ષાના કિસાન ઉત્સવ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજનાનો ૨૪મો હપ્તો જાહેર
કરવામાં આવશે અને તેનું જીવંત પ્રસારણ દેશભરમાં કરવામાં આવશે.યોજના હેઠળ ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. ૬,૦૦૦ની સહાય ત્રણ સમાન હપ્તામાં સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. દેશભરમાં ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય મળવાની છે, જ્યારે ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય મળશે.અમરેલી જિલ્લામાં જિલ્લા કક્ષાએ તેમજ ૩૪ જિલ્લા પંચાયત બેઠકો દીઠ બે કાર્યક્રમો મળી કુલ ૬૮ સ્થળોએ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં વિવિધ સરકારી યોજનાઓના ૫,૧૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૩ કરોડની સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવશે.
ઉપરાંત, ખેતી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા ૩૪૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવશે. ખેડૂતોને આધુનિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા ફાર્મર રજિસ્ટ્રી, વિશિષ્ટ ખેડૂત ઓળખપત્ર, કૃષિ પ્રગતિ મોબાઇલ એપ્લિકેશન, ટ્રેક્ટર સહાય અને પ્રાકૃતિક ખેતી જેવી પહેલ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે અને કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ વધે તે માટે આ કાર્યક્રમ મહ¥વપૂર્ણ બની રહેશે.







































