દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બાબરા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ઓસુરાના અધ્યક્ષસ્થાને શહેરના જ્વેલર્સ અને આંગડિયા પેઢીના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. તહેવાર દરમિયાન બજારોમાં ભીડ અને નાણાકીય વ્યવહારો વધતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સૂચનાઓ અપાઈ હતી. વેપારીઓને દુકાનોમાં સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા અને સુરક્ષાની તકેદારી રાખવા સમજાવવામાં આવ્યા હતા. શંકાસ્પદ વ્યક્તિ કે ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ હતી. નાગરિકો અને વેપારીઓ શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીની ઉજવણી કરી શકે તે માટે પોલીસ સજ્જ બની છે.