સાવરકુંડલાના પાટી ગામે બંધ મકાનમાંથી વાસણોની ચોરી અંગે ગારિયાધારના નવાગામની ત્રણ મહિલાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલ સુરતના વરાછામાં રહેતા મૂળ પાટી ગામના મહેન્દ્રભાઈ ભરતભાઈ દતેવાડીયા (ઉ.વ.૨૪)એ ગારિયાધારના નવાગામ ખાતે રહેતી કાજલબેન માથાસુળીયા, લક્ષ્મીબેન માથાસુળીયા અને ગીતાબેન માથાસુળીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓએ તેમના બંધ મકાનમાં કોઈપણ રીતે પ્રવેશ કરી રૂમમાં રાખેલા જૂના વાસણો તથા ચાંદીની ગાય મળી કુલ રૂ. ૩,૬૭૦ના સામાનની ચોરી કરી હતી. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. જે.
કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.