લીલીયા મોટા ખાતે પોલીસ સંભારણા દિવસ નિમિત્તે પોલીસ સ્ટેશનમાં પી.આઈ. એમ.ડી. સાળુંકેના માર્ગદર્શન હેઠળ અને પી.એસ.આઈ. વાય.એમ. જાડેજાની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પોલીસકર્મીઓ, જી.આર.ડી.ના જવાનો, હોમગાર્ડના જવાનો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જીગ્નેશ સાવજ, આનંદ ધાનાણી, નીતિનભાઈ ત્રિવેદી, ભીખાભાઈ ધોરાજીયા, કેપ્ટન ધામત, ગૌતમભાઈ વિંછીયા અને ભનુભાઈ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો અને સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનોએ પોતાની ફરજની સાથે સામાજિક જવાબદારી નિભાવી માનવતા, સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો હતો.