પરમધામવાસી પ્રવિણભાઈ લલ્લુભાઈ જોટંગીયાની ૧૨મી માસિક પુણ્યતિથિ નિમિત્તે જોટંગીયા પરિવાર દ્વારા વિવિધ સેવાકીય અને માનવતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ પ્રવિણબાપાને નવરાત્રી ખૂબ જ પ્રિય હોવાથી નવરાત્રી નિમિતે પાટણવાવા તેમજ રાજુલામાં જય માતાજી ગ્રુપની બાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. હવેલી ચોક અને પોલીસ લાઈન ક્વાર્ટરમાં બાળાઓને સ્ટીલની બોટલો તથા ગાયત્રી મંદિરે બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવેલી ચોકમાં નાસ્તો કરાવવામાં આવ્યો હતો. માસિક તિથિ નિમિતે હોસ્પિટલમાં ફળ વિતરણ અને સંત ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યોમાં જોટંગીયા પરિવારના દિલીપભાઈ, મહેશભાઈ, ગૌરવભાઈ અને કલ્પેશભાઈ જોડાયા હતા.








































