ધારી તાલુકાના ડાંગાવદર ગામ નજીક સોમનાથ ટ્રાન્સપોર્ટનું સિંગતેલ ભરેલું કન્ટેનર પલટી મારી જતાં રસ્તા પર તેલની રેલમછેલ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે રૂ.૩૫ લાખની કિંમતનું ૨૧,૭૭૫ કિલોગ્રામ ખાદ્ય સિંગતેલ ઢોળાઈ જતાં મોટું નુકસાન થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ સ્થિત વિનય ઇન્ડસ્ટ્રીઝમાંથી ટાટા કંપનીના ટ્રક કન્ટેનરમાં આશરે ૨૧,૭૭૫ કિલો લૂઝ સિંગતેલ ભરીને પીપાવાવ પોર્ટ તરફ લઈ જવામાં આવી રહ્યું હતું. ટ્રક જ્યારે ધારીના ડાંગાવદર ગામ
આભાર – નિહારીકા રવિયા પાસે પહોંચ્યો ત્યારે તીવ્ર વળાંકમાં સામેથી અચાનક એક મોટું વાહન આવી ચડ્યું હતું. સામેથી આવતા વાહનને સાઈડ આપવા માટે ચાલકે ટ્રક રોડની સાઈડમાં નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચોમાસાની ઋતુને પગલે કાચી માટી પોચી હોવાથી ટ્રકના એક સાઇડના ટાયર જમીનમાં બેસી ગયા હતા. વાહનમાં રહેલા લિક્વિડ તેલનો ભાર એક તરફ નમી જતાં સિંગતેલ ભરેલું કન્ટેનર રોડની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું. અકસ્માતને પગલે કન્ટેનરમાં ભરેલું અંદાજે રૂ. ૩૫,૦૦,૦૦૦ ની કિંમતનું સિંગતેલ રોડની બાજુમાં વહી ગયું હતું. આ મામલે ટ્રક ચાલકે સંબંધિત પોલીસ મથકે જાણ કરતાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.






































