વડિયાના અનિડા ગામે આઈસીડીએસ કચેરી, કુંકાવાવના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્ર નં. ૫૬ અને ૫૭ ખાતે ‘આંગણ ઉત્સવ–૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત આંગણવાડી વર્કર ચંદ્રિકાબેન પરવાડીયાએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી દીપ પ્રાગટ્ય સાથે કરી હતી. આંગણ ઉત્સવ અંતર્ગત લાભાર્થીઓને ટી.એચ.આર. (ટેક હોમ રાશન)નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બાળદિનની ઉજવણી કરી બાળકોને સુખડી અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું.









































