સોનગઢ ખાતે યોજાયેલા ૨૦મા ગણિત મહોત્સવમાં બવાડી પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક વરુણભાઈ દવેને રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ-૨૦૨૬થી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ,TLM, ગણિતીય રમતો, પઝલ, મોડેલ, HOTS પ્રશ્નો અને ટેક્નોલોજી દ્વારા ગણિતને સરળ અને રસપ્રદ બનાવે છે. ગ્રામ્ય શાળામાં વિદ્યાર્થીઓની તાર્કિક શક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવાના તેમના પ્રયાસો પ્રેરણારૂપ છે. તેમણે ચંદ્રમૌલી જોશી, કલ્પેશભાઈ અખાણી, દર્શનભાઈ મહેતા, આશિષભાઈ મહેતા તથા આયોજક ટીમનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે આ સન્માન વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ વધારતા નવીન શિક્ષણકાર્યને મળેલું પ્રોત્સાહન છે. શાળા પરિવાર અને શિક્ષણપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા હતા.









































