મહેસાણા જિલ્લાના કડીમાં નિવૃત્ત શિક્ષક સાથે સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. કડીની અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય દશરથભાઈ ગાંડાલાલ પટેલના બેંક ખાતામાંથી ઓટીપી આપ્યા વગર કુલ ૧,૮૫,૫૧૦ રૂપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ કડી પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ મુજબ દશરથભાઈ પટેલનું ખાતું કડીના પટેલ ભુવન ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે અને આ ખાતામાં તેમનું પેન્શન જમા થાય છે. ૯ સપ્ટેમ્બરે રાત્રે આશરે ૯ વાગ્યે તેમના મોબાઈલ પર બેંકમાંથી ૩૦,૦૦૦ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. મેસેજ મળતાં જ તેમણે યોનો એસબીઆઇ એપમાં ખાતાની તપાસ કરી હતી. તપાસ કરતાં ખાતામાં માત્ર ૫ રુપિયા બેલેન્સ હોવાનું જાવા મળ્યું હતું.
વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે ૭ અને ૮ સપ્ટેમ્બર દરમિયાન તેમના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તબક્કાવાર રકમ ઉપાડવામાં આવી હતી. તમામ ટ્રાન્ઝેક્શન મળીને કુલ ૧,૮૫,૫૧૦ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા. ફરિયાદમાં દશરથભાઈએ જણાવ્યું છે કે તેમણે કોઈ અજાણ્યા વ્યÂક્તને ઓટીપી આપ્યો નહોતો, તેમ છતાં તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા હતા. ઘટનાની જાણ થતાં તેમણે પોતાના પુત્ર નિતીનને માહિતી આપી હતી. ત્યારબાદ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવામાં આવ્યો હતો.
ખાતામાંથી ગાયબ થયેલી રકમ પરત ન મળતાં આખરે દશરથભાઈએ કડી પોલીસ મથકે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા ખાતામાંથી થયેલા ટ્રાન્ઝેક્શન, ટ્રાન્ઝેક્શન આઈડી અને અન્ય વિગતોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. પૈસા કેવી રીતે ઉપાડવામાં આવ્યા અને કોણે ઉપાડ્યા તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.આ ઘટનામાં ફરિયાદી તરફથી ઓટીપી શેર ન કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાકે, માત્ર ઓટીપી ન આવ્યો હોવાના આધારે ફ્રોડ કેવી રીતે થયો તે નક્કી કરી શકાય નહીં. બેંકિંગ એપ, કાર્ડ, યુપીઆઇ ક્રેડેÂન્શયલ્સ અથવા અન્ય કોઈ માધ્યમ સાથે ચેડાં થયા કે કેમ તે પોલીસ અને બેંકની તપાસ બાદ સ્પષ્ટ થઈ શકે છે.









































