પ્રખ્યાત ટોલીવુડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા બંધલા ગણેશની પુત્રી જનાની તાજેતરમાં લગ્નગ્રંથિથી જાડાઈ હતી. બંધલા લગ્નમાં ભાવુક જાવા મળી હતી. જનાની અને સૂર્યા તેજા ચિલુકુરીના લગ્ન હૈદરાબાદના પ્રતિષ્ઠિત જેઆરસી કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય અને યાદગાર પ્રસંગ હતો. આ લગ્ન સમારોહમાં દક્ષિણ ભારતના સિનેમાના જાણીતા સ્ટાર્સ તેમજ અનેક અગ્રણી રાજકીય હસ્તીઓ હાજર રહ્યા હતા, જેમણે નવદંપતીને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપ્યા હતા. લોકો હવે બંધલા ગણેશની પુત્રી, જનાની ગણેશ અને તેના પતિ, સૂર્યા વિશે જાણવા માટે ઉત્સુક છે.જનાની ગણેશ અભિનેતા અને નિર્માતા બંધલા ગણેશની પુત્રી છે. જનાની હંમેશા પ્રસિદ્ધિથી દૂર રહેવાનું પસંદ કરે છે, જાકે છેલ્લા કેટલાક વર્ષોથી, તે તેના કૌટુંબિક પ્રોડક્શન હાઉસ, પરમેશ્વર આર્ટ પ્રોડક્શન્સના કાર્યમાં સક્રિય રીતે સામેલ છે. જનાનીના પતિ, સૂર્યા તેજા ચિલુકુરી, સૂર્યા તેજા તરીકે પણ ઓળખાય છે. સૂર્યા મૂળ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના છે. નમ્ર અને આદરણીય પૃષ્ઠભૂમિમાંથી આવતા સૂર્યા તેજાએ પરંપરાગત તેલુગુ રિવાજાનું પાલન કરીને હૈદરાબાદમાં એક ભવ્ય સમારોહમાં જનાની સાથે લગ્ન કર્યા.
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ભવ્ય લગ્નમાં ખાસ હાજરી આપી હતી અને દંપતીને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી. ફિલ્મ ઉદ્યોગમાંથી, ટોલીવુડના મેગાસ્ટાર ચિરંજીવી, નાગાર્જુન અક્કીનેની, વેંકટેશ, નાગા ચૈતન્ય, શોભિતા ધુલિપાલા, પવન કલ્યાણની પત્ની અન્ના કોનિડેલા, બેલમકોંડા સાઈ શ્રીનિવાસ, અલ્લુ અરવિંદ, દિગ્દર્શક ત્રિવિક્રમ શ્રીનિવાસ, હાસ્ય કલાકાર બ્રહ્માનંદમ, સુનીલ, અનિલ રવિપુડી, ગોપીચંદ અને તેજા સજ્જા સહિત ઘણા અગ્રણી સ્ટાર્સે આ આનંદદાયક પ્રસંગે હાજરી આપી હતી. બંધલા ગણેશના ખૂબ જ નજીકના ગણાતા પવન કલ્યાણ, તેમની તાજેતરની ખભાની સર્જરીને કારણે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા, પરંતુ તેમની જગ્યાએ તેમની પત્ની હાજર રહી હતી. તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.
બંધલા ગણેશે તેલુગુ સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત ૧૯૯૬ની ફિલ્મ “વિનોધમ” માં નાની સહાયક ભૂમિકાથી કરી હતી. ત્યારબાદ તેમણે ચિરંજીવી સાથે “માસ્ટર” (૧૯૯૭) અને પવન કલ્યાણ સાથે “સુસ્વગતમ” (૧૯૯૮) જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું. ઘણા વર્ષો સુધી અભિનય કર્યા પછી, તેમણે ૨૦૦૯ માં રવિ તેજા અભિનીત ફિલ્મ “અંજનેયુલુ” થી નિર્માતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે પવન કલ્યાણ, જુનિયર એનટીઆર, અલ્લુ અર્જુન અને રામ ચરણ જેવા સુપરસ્ટાર સાથે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્માણ કર્યું. તેઓ તાજેતરમાં “સંપ્રદાયિની સુપ્પીની સુદ્દપૂજાની” માં અભિનય કરતા જાવા મળ્યા હતા.














































