દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન યોજાયેલી આદિવાસી રેલીમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પોસ્ટરો જોવા મળ્યા બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શાબ્દીક ટકરાવ જોવા મળી રહ્યો છે.આપના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીઆએ ભાજપ પર પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે.
૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ચૈતર વસાવાના સમર્થનમાં કેટલાક પોસ્ટરો અને બેનરો જોવા મળ્યા હતા. આ ઘટના બાદ રેલીને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ હતી.
ચૈતર વસાવા હાલમાં જેલમાં હોવાથી આદિવાસી સમાજના કેટલાક લોકોમાં નારાજગી હોવાનું આપ દ્વારા જણાવવામાં આવ્યું છે. રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ચૈતર વસાવાના સમર્થનમાં પોસ્ટરો અને બેનરો સાથે જાડાયા હોવાનો પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.બીજી તરફ, ભાજપ તરફથી એવો દાવો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે કે રેલીમાં ચૈતર વસાવાના બેનરો લઈને આવેલા લોકો આપના કાર્યકરો હતા. આ મુદ્દાને લઈને બંને પક્ષો વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે.
ભાજપના આ દાવાને દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીઆએ નકારી કાઢ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આપના કોઈપણ કાર્યકર અથવા સમર્થક પક્ષ તરફથી સત્તાવાર રીતે રેલીમાં પોસ્ટરો લઈને ગયા ન હતા.રાકેશ બારીઆના જણાવ્યા મુજબ, ચૈતર વસાવાએ છછઁમાં જાડાતા પહેલાં જ આદિવાસી સમાજમાં પોતાનું સંગઠન અને લોકસંપર્ક ઊભો કર્યો હતો. તેથી તેમના સમર્થકોને માત્ર રાજકીય પક્ષના કાર્યકર તરીકે જોવું યોગ્ય નથી તેમ આપનું કહેવું છે.
આપ જિલ્લા પ્રમુખે દાવો કર્યો છે કે રેલીમાં ચૈતર વસાવાના પોસ્ટરો લઈને જોડાયેલા લોકોમાં સામાન્ય આદિવાસી સમાજના લોકો હતા. તેમના કહેવા પ્રમાણે, ચૈતર વસાવા પ્રત્યે સ્નેહ અને આદર ધરાવતા લોકોએ પોતાની રીતે પોસ્ટરો અને બેનરો સાથે રેલીમાં ભાગ લીધો હતો.તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે રેલીમાં ચૈતર વસાવાના સમર્થનમાં જોવા મળેલા લોકોની સંખ્યા જાઈને ભાજપના નેતાઓમાં ચિંતા ઊભી થઈ હતી.
રાકેશ બારીઆએ જણાવ્યું હતું કે સમગ્ર રેલીના વીડિયો પોલીસ પાસે ઉપલબ્ધ છે અને તેનાથી વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ, આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે આવી રેલીઓનું આયોજન કરવામાં આવે છે.આપનો આક્ષેપ છે કે હાલના રાજકીય સંજાગોમાં રેલીને પક્ષ સાથે જોડીને આમ આદમી પાર્ટીની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખે વિશ્વ આદિવાસી દિવસ જેવા પવિત્ર અને સામાજિક મહત્વ ધરાવતા પ્રસંગને રાજકીય વિવાદમાં ન ખેંચવાની અપીલ કરી છે.તેમણે રાજકીય હેતુસર અફવાઓ ફેલાવવાનું બંધ કરવા અને આદિવાસી સમાજના પરંપરાગત ઉત્સવને રાજકીય રંગ ન આપવા અપીલ કરી છે. આપના જણાવ્યા મુજબ, સમાજ આવા રાજકીય પ્રયાસોને સમજે છે અને લોકોને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ.હાલ ચૈતર વસાવાના પોસ્ટરોને લઈને શરૂ થયેલો વિવાદ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે. રેલીમાં પોસ્ટરો કોણે અને કયા હેતુથી લગાવ્યા હતા તે અંગે બંને પક્ષના દાવા અલગ છે. આ સમગ્ર મુદ્દે હવે રાજકીય નિવેદનો વચ્ચે વધુ ગરમાવો આવે તેવી શક્યતા છે.