બગસરા ખાતે મામલતદાર પ્રશાંતભાઈ ભીંડીના વયનિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી નંદા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, સામાજિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમારંભ દરમિયાન પ્રશાંતભાઈ ભીંડીને પુષ્પહાર પહેરાવી, શાલ ઓઢાડી તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વહીવટી સેવાઓ દરમિયાન તેમની નિષ્ઠા, કાર્યકુશળતા અને લોકહિતના કાર્યોને ઉપસ્થિતોએ બિરદાવ્યા હતા. સૌએ તેમના નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન સ્નેહી પરમાર અને કિર્તીબેન પરમારે કર્યું હતું.







































