અમરેલી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સના આધારે કાર્યવાહી કરી હતી. ટીમે તા.૩૧/૦૭/૨૦૨૬ ના રોજ કોબાડીયા મુકામેથી આરોપી વિનુભાઇ બાબુભાઇ પરમારને હસ્તગત કરી વંડા પોલીસ સ્ટેશને સોંપેલ છે. આ આરોપી વિરૂદ્ધ સાવરકુંડલા કોર્ટમાં વર્ષ ૨૦૧૫નો ફોજદારી કેસ ચાલુ હતો અને તે સતત ગેરહાજર રહેતા પકડ વોરંટ નીકળ્યું હતું. આરોપી વિરૂદ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસ અને દારૂબંધી
આભાર – નિહારીકા રવિયા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.







































