હેલ્પીંગ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા મહેશભાઈ ભુવાએ પોતાનો ૩૨મો જન્મદિવસ પ્રચાર-પ્રસારથી દૂર રહીને અતિ જરૂરિયાતમંદ પરિવારો સાથે સાદગી અને સંવેદનાપૂર્વક ઉજવ્યો છે. તેમણે તાજેતરમાં જ યોજાયેલા રક્તદાન કેમ્પ દ્વારા માત્ર ચાર કલાકમાં ૧૯૯ યુનિટ લોહી એકત્ર કરીને તેમજ સુરતના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના સહયોગથી ગંભીર બીમારીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. આ ઉપરાંત અસહાય પરિવારોને રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. દર્દીઓની આર્થિક સહાય માટે હંમેશા અગ્રેસર રહેતા મહેશભાઈ ખરા અર્થમાં માનવતાનો જીવંત ચહેરો છે અને સમાજ માટે સાચી મૂડી સમાન છે.