વડગામ તાલુકાના જોઈતા ગામે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાધુના વેશમાં આવેલા અજાણ્યા શખ્સે ખેતરમાં ભાગીયા તરીકે ખેતી કરતા દંપતીને તેમના ઉપર મોટી ઘાત હોવાનું કહી ડરનો માહોલ ઉભો કર્યો અને ત્યારબાદ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત સાડા ત્રણ લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. જાકે સાધુ વેશમાં આવેલ આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે જેથી પીડિતે વડગામ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના ગંભીર આક્ષેપો પણ ઉઠ્યા છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા વડગામના જાઈતા ગામે રહેતા અને ખેતરમાં એક ભાગીયા તરીકે કામ કરતા દંપતી પાસે સાધુના વેશમાં આવેલ અજાણ્યા શખ્સે તાંત્રિક વિધિ અને મોટી ઘાત હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ પીળા રંગનો નંગ આપીને વિધિના બહાને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પોતાની પાસે લઈ ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.

આટલું જ નહીં સાધુના વેશમાં આવેલ આરોપીએ દંપતી પાસેથી એક તોલા સોનુ અને ૫૦૦ ગ્રામ ચાંદી તેમજ ૪૦,૪૫૦ રૂપિયા રોકડા તેમજ જલોત્રા ગામના વેપારીના ખાતામાં પીડિત પાસેથી ૯ હજાર ૬૦૦ રૂપિયા યુપીઆઈ મારફતે પણ ટ્રાન્સફર કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. જાકે સાધુ વેશમાં આવેલ આરોપી ખેતરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા સમગ્ર ઘટનાની લેખિત ફરિયાદ વડગામ પોલીસ મથકે કરવામાં આવી છે.
આ મામલે ફરિયાદી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસ ફરિયાદીને જ આરોપી હોય તેવું વલણ અપનાવી રહી છે. સાથે જ તપાસ કાર્યવાહીમાં પણ લાલિયાવાડી કરવામાં આવતી હોવાના આક્ષેપો થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો આ ચોંકાવનારો કિસ્સો હાલ બનાસકાંઠા વડગામ પંથકમાં ભારે ચકચાર મચાવી રહ્યો છે.