જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના મુજબ અમરેલીના રંગપુર ગામ ખાતે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત દર્દી શોધ અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રંગપુર ગામના લોકોને રક્તપિત્ત રોગ વિશે વિગતવાર આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. લોકોને સમજાવવામાં આવ્યું કે રક્તપિત્ત રોગમાં ચામડી પર સફેદ અથવા લાલ ચટ્ટા પડવા, ચટ્ટા પર સંવેદનામાં ઘટાડો થવો, ત્યાં સોજો કે ખંજવાળ ન આવવી, ચામડી પર ગાંઠ થવી અથવા ચામડી જાડી પડવી તેમજ હાથ-પગમાં નબળાઈ આવવી જેવા લક્ષણો દેખાઈ શકે છે. આ જનજાગૃતિ અને તપાસની કામગીરીને સફળ બનાવવા માટે સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ સપનાબેન રાણવા, ડી. જી. રાજ્યગુરુ, કિરણબેન દુધાત, બિલ્કીસબેન ભટ્ટી અને રંજનબેન રવૈયાએ ભારે જહેમત ઉઠાવી હતી.










































