ચલાલા સ્થિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ડા. રતિદાદાના આશીર્વાદ સાથે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭નો ઉત્સાહપૂર્ણ પ્રારંભ થયો છે. શાળાના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર, ગાયત્રી મંત્રના જાપ અને યજ્ઞ-પૂજન સાથે વિદ્યાર્થીઓના વિદ્યારંભ સંસ્કાર સંપન્ન કરાયા હતા. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક અને પુષ્પથી ઉષ્માભર્યું સ્વાગત કરી શાળાની
પ્રવૃત્તિઓથી પરિચિત કરાયા હતા.આ પ્રસંગે ભારતભૂષણ મહેશભાઈએ વિદ્યાર્થીઓને નિયમિતતા, શિસ્ત અને પરિશ્રમ દ્વારા સફળતા મેળવવાની પ્રેરણા આપી હતી. પ્રથમ દિવસથી જ નિયમિત શિક્ષણકાર્ય શરૂ કરી દેવાયું છે. સંસ્થામાં હાલ ન્દ્ભય્ થી ધોરણ-૮ (દીકરા-દીકરીઓ બંને) અને ધોરણ-૯ થી ૧૨ (માત્ર દીકરીઓ માટે) પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. રસ ધરાવતા વાલીઓ ગાયત્રી સંસ્કાર ધામ, ચલાલા ખાતે મો. ૯૪૨૭૭ ૪૩૮૧૭ પર સંપર્ક કરી શકે છે.










































