ખાંભાના હનુમાનપુર ગામે ગાળો આપવાની ના પાડતાં લાકડીના ઘા માર્યા હતા, તેમજ જાનથી મારવાની પણ ધમકી આપી હતી. આ બનાવ અંગે કલ્પેશભાઇ કાંતીભાઇ વાઘેલા (ઉં.વ. ૨૫)એ કાનાભાઇ બચુભાઇ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ, તેઓ તથા તેમના પત્ની ઘરે હાજર હતા તે દરમિયાન આરોપી તેમના ઘરે આવી તેમના સાળાને ગાળો આપવા લાગ્યો હતો. જેથી તેમણે આરોપીને ગાળો આપવાની ના પાડતાં આરોપીને સારું લાગ્યું નહોતું અને તે ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ લાકડીનો એક ઘા કમરના (કેડના) ઉપરના ભાગે તથા એક ઘા ડાબા ગાલ ઉપર માર્યો હતો. જેથી ફરિયાદીએ રાડારાડ કરવા માંડતાં તેમના પત્ની તથા દાદી વચ્ચે પડ્યા હતા અને તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. આરોપીએ તેમના પત્નીને પણ ધક્કો મારી નીચે પછાડી દીધા હતા અને જતાં-જતાં ધમકી આપતાં કહ્યું હતું કે, “આજ તો તું બચી ગયો છે, હવે પછી જો મને સામો મળીશ તો જાનથી મારી નાખીશ.”આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. એમ. ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.









































