પાપ સ્ટાર શકીરા અને નાઇજિરિયન ગાયક બર્ના બોય ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપ ઉદઘાટન સમારોહમાં સાથે પરફોર્મ કરવા માટે તૈયાર છે. ફિફાએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. બંને કલાકારો અન્ય ઘણા મુખ્ય વૈશ્વિક સ્ટાર્સ સાથે સ્ટેજ શેર કરશે.
શકીરા અને બર્ના બોય ફિફા ૨૦૨૬ માટેના સત્તાવાર ગીત, “ડાઈ ડાઈ” પર કામ કરી રહ્યા છે. આ ઓડિયો ૧૬ મેના રોજ રિલીઝ થઈ ચૂકયો હતો. આ ગીતનો વિડિઓ મિયામીમાં શૂટ કરવામાં આવ્યો હતો. વિડિઓમાં, શકીરા મેક્સીકો સિટીના પ્રખ્યાત “એન્જલ ઓફ ઈન્ડીપેન્ડેસ” ની ટોચ પર ઉભી રહીને રણમાં આફ્રિકન બાળકો સાથે નૃત્ય કરતી જાવા મળશે. ત્યારબાદ બર્ના બોય પોતાનું ડેબ્યૂ કરશે.
ટુર્નામેન્ટ ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ મેક્સીકો સિટી સ્ટેડિયમ ખાતે શરૂ થશે. શકીરા ૧૯ જુલાઈના રોજ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે યોજાનાર વર્લ્ડ કપના ઇતિહાસના પ્રથમ “ફાઇનલ હાફ-ટાઇમ શો”માં મુખ્ય કલાકાર તરીકે પણ પરફોર્મ કરશે. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ૧૧ જૂનથી ૧૯ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્‌સ, કેનેડા અને મેક્સીકોમાં યોજાઈ રહ્યો છે.
ફિફા ૨૦૨૬ માટે એક ખાસ આલ્બમ બનાવવામાં આવ્યું છે, જેમાં ૧૮ ગીતો છે. તે આજે, ૫ જૂનના રોજ રિલીઝ થઈ રહ્યું છે. આ આલ્બમમાં વિશ્વભરના મુખ્ય કલાકારો છે, જે વિવિધ સંગીત શૈલીઓ (જેમ કે કે-પોપ, આફ્રોબીટ્‌સ, લેટિન અને હિપ-હોપ)નું પ્રતિનિધિત્વ કરે છે.
આ પ્રભાવશાળી લાઇનઅપમાં લોકપ્રિય ઇન્ટરનેટ વ્યક્તિત્વ શામેલ છે, જે “ચેમ્પિયન” ટ્રેક પર પરફોર્મ કરશે. સ્ટોર્મઝી, ધ રોલિંગ સ્ટોન્સ અને ડેડી યાન્કી જેવા દિગ્ગજ કલાકારો પણ આ આલ્બમનો ભાગ છે.