આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષ પ્રત્યેની વફાદારી, નિષ્ઠા અને છેલ્લા નવ વષથી પક્ષ માટે કામ કરતા હોવાની તેમની આ નિમણૂક કરાઈ છે. તેમને અમરેલી અને ભાવનગર લોકસભા વિસ્તાર સહિત અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાની ચૌદ વિધાનસભા બેઠકોના સંગઠનને મજબૂત બનાવવાની જવાબદારી મળી છે.આ તકે નિકુંજ સાવલિયાએ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓનો આભાર વ્યક્ત કરીને પક્ષ માટે અવિરત કાર્ય કરતા રહેવાની ભાવના દર્શાવી હતી.









































