વૃંદાવનના જોણીતા સંત પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી છે. હાલમાં તેમની તબિયત ગંભીર હોવાનું જોણવા મળ્યું છે. પ્રેમાનંદ મહારાજની નાદુરસ્ત તબિયતને કારણે તેમની રાત્રિ પદયાત્રા અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવી છે. વધુમાં તેમના એકાંતિક દર્શન પણ હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે. આશ્રમ વહીવટીતંત્રની આ જોહેરાત બાદ ભક્તો ચિંતિત જોવા મળ્યા હતા.
રવિવારે રાત્રે મોટી સંખ્યામાં ભક્તો મહારાજજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ભક્તોને આશા હતી કે પ્રેમાનંદ મહારાજ સવારે ૩ઃ૦૦ વાગ્યાની આસપાસ તેમની પદયાત્રા માટે નીકળશે. જોકે, આ પ્રેમાનંદ મહારાજ આવ્યા નહોતા, આશ્રમના શિષ્યો તેમની જગ્યાએ આવ્યા હતા અને લાઉડસ્પીકરથી ભક્તોને જોણ કરી કે મહારાજજી બીમાર છે અને પદયાત્રા રદ કરવામાં આવી છે. ભક્તોને ભીડ ન કરવા પણ અપીલ કરવામાં આવી હતી. આ જોહેરાત બાદ હજોરો ભક્તોને દર્શન કર્યા વિના પાછા ફરવાની ફરજ પડી હતી.
કાલી કુંજ આશ્રમ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે પ્રેમાનંદ મહારાજ છેલ્લા ૨૧ વર્ષથી કિડની સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમની બગડતી તબિયતને કારણે ડોકટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. ત્યારે ભક્તો પણ રાધા રાણીને પ્રેમાનંદ મહારાજના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રેમાનંદ મહારાજ દરરોજ રાત્રે ૩ઃ૦૦ વાગ્યે કાલી કુંજ આશ્રમથી સૌભારી વન સુધી પગપાળા યાત્રા કરતા હતા. તેઓ લગભગ દોઢ કિલોમીટરનું અંતર ચાલીને જતા હતા. દરરોજ રાત્રે હજોરો ભક્તો તેમની શોભાયાત્રા જોવા અને તેમના દર્શન માટે આવે છે. સામાન્ય દિવસોમાં, આશરે ૨૦,૦૦૦ ભક્તો દર્શન માટે આવે છે, જ્યારે વીક એન્ડ અને ખાસ તહેવારોના પ્રસંગોએ આ સંખ્યા લાખોમાં પહોંચી જોય છે.






































