પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે, એપ્રિલમાં ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં ૯.૦૭ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અનુસાર, આ વર્ષે એપ્રિલમાં ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસ ઘટીને યુએસ ૨,૨૨૬.૪ મિલિયન (રૂ. ૨૦,૮૨૫.૦૧ કરોડ) થઈ છે. ગયા વર્ષે એપ્રિલમાં ભારતની કુલ રત્નો અને ઝવેરાતની નિકાસ યુએસ ૨,૪૪૮.૫ મિલિયન (રૂ. ૨૦,૯૫૨.૨૬ કરોડ) હતી. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “નિકાસમાં ઘટાડાનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે.”
કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે ભૂરાજકીય તણાવ અને અમેરિકામાં નિકાસ પર પણ નકારાત્મક અસર પડી છે, કારણ કે ટેરિફ અંગે હજુ પણ કોઈ સ્પષ્ટતા નથી. માહિતી અનુસાર, એપ્રિલમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ ૧૯.૬૫ ટકા ઘટીને .યુએસ ૮૯૦.૯ મિલિયન થઈ છે, જે ગયા વર્ષે એપ્રિલમાં ઇં૧૧૦.૮૭ મિલિયન હતી. પોલિશ્ડ લેબ-ગ્રોન હીરાની નિકાસ ૧૫.૫૩ ટકા ઘટીને ૯૩.૨ મિલિયન યુએસ ડોલર થઈ છે, જે ગયા વર્ષે એપ્રિલમાં ૧૧૦.૪ મિલિયન હતી. સોનાના દાગીનાની નિકાસ ૨૧.૭૭ ટકા ઘટીને ૮૪૧.૫ મિલિયન યુએસ ડોલર થઈ છે, જે ગયા વર્ષે એપ્રિલમાં ૧૦૭.૫૬ મિલિયન હતી.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે અહેવાલ આપ્યો છે કે આ વર્ષે એપ્રિલમાં સામાન્ય સોનાના દાગીનાની નિકાસમાં ૪૭.૦૬ ટકાનો મોટો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે, સોનાના દાગીનાની નિકાસ ઘટીને માત્ર ૩૪૧ મિલિયન થઈ છે. કાઉન્સિલે અહેવાલ આપ્યો છે કે ગયા વર્ષે એપ્રિલમાં, દેશમાં ૬૪૪.૩ મિલિયનના સોનાના દાગીનાની નિકાસ કરવામાં આવી હતી. જાકે, આ વર્ષે એપ્રિલમાં ચાંદીના દાગીનાની નિકાસમાં મોટો વધારો જાવા મળ્યો હતો.જીજેઇપીસી અનુસાર, ગયા મહિને ચાંદીના દાગીનાની નિકાસ ૪૪.૪ ટકા વધીને ૨૬૮.૩ મિલિયન યુએસ ડોલર થઈ છે, જે ગયા વર્ષે એપ્રિલમાં ૪૯.૩ મિલિયન હતી.