દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નીટ પેપર લીક કેસમાં આરોપી, મહારાષ્ટ્રના પુણેના વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર શિક્ષક મનીષા ગુરુનાથ મંધરેને ૧૪ દિવસની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન કસ્ટડીમાં મોકલી છે.સીબીઆઇએ નીટ યુજી ૨૦૨૬ પેપર લીક કેસમાં દિલ્હીથી પુણેના બાયોલોજી શિક્ષકની ધરપકડ કરી હતી. સીબીઆઇ દ્વારા વ્યાપક પૂછપરછ બાદ આ કેસમાં આરોપી મનીષા ગુરુનાથ મંધરેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. તે નીટ યુજી ૨૦૨૬ પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતી.

અગાઉ, શનિવારે, રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્ય આરોપી, પીવી કુલકર્ણી અને મનીષા વાઘમારેને ૧૦ દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલ્યા. સહ-આરોપી ધનંજય લોખંડેને પહેલાથી જ છ દિવસ માટે સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અન્ય પાંચ આરોપીઓ, શુભમ ખૈરનાર, મંગલલાલ બિવાલ, વિકાસ બિવાલ, દિનેશ બિવાલ અને યશ યાદવને પણ ૨૦ મે સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પેપર લીકના આરોપોને પગલે ૩ મેના રોજ યોજાયેલી નીટ યુજી ૨૦૨૬ ની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને આ મામલાની વિગતવાર તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે.

બાયોલોજી લેક્ચરર મનીષા મંધારે નેશનલ ટેસ્ટીંગ એજન્સીની નીટ યુજી પેપર-સેટિંગ કમિટીનો ભાગ હતી. તપાસ એજન્સીએ સમગ્ર રેકેટના માસ્ટરમાઇન્ડ પ્રોફેસર પી.વી. કુલકર્ણી અને અન્ય આરોપીઓની પૂછપરછના આધારે મનીષની ધરપકડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મનીષા મંધારેને એનટીએ દ્વારા નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવી હતી, જેણે તેને વનસ્પતિશા† અને પ્રાણીશાસ્ત્રના પ્રશ્નપત્રોની સંપૂર્ણ ઍક્સેસ આપી હતી.

એવો આરોપ છે કે મનીષા માંધારે, પુણે સ્થીત મનીષા વાઘમારે (જેની ૧૪ મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી) દ્વારા, એપ્રિલ ૨૦૨૬ માં પરીક્ષા પહેલા ઉમેદવારોને ભેગા કર્યા હતા અને પુણે સ્થિત તેમના નિવાસસ્થાને તેમના માટે ગુપ્ત કોચિંગ ક્લાસ ચલાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, માંધારેએ વિદ્યાર્થીઓને પસંદ કરીને લીક થયેલા પ્રશ્નો અને જવાબો લખીને લાખો રૂપિયા વસૂલ્યા હતા. આ પ્રશ્નો ૩ મેના રોજ યોજાયેલી પરીક્ષામાં ચોક્કસ જવાબો સાથે મેળ ખાતા હતા. શુક્રવારે અગાઉ,સીબીઆઇએ લાતુરના રસાયણશાસત્ર નિષ્ણાત પ્રોફેસર પી.વી.

કુલકર્ણીની ધરપકડ કરી હતી, જે વર્ષોથી નીટ પેપર-સેટિંગ પેનલમાં હતા. કુલકર્ણીએ પોતાના વિશેષાધિકૃત પદનો લાભ લઈને એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં વિદ્યાર્થીઓને પ્રશ્નો અને જવાબો યાદ રાખવા માટે તેમના ઘરે બોલાવ્યા હતા.

સીબીઆઇએ દેશભરમાં અનેક સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા. અનેક ગુનાહિત દસ્તાવેજા, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલી સામગ્રીનું વિગતવાર વિશ્લેષણ ચાલુ છે. અત્યાર સુધીમાં, આ કેસમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી કુલ ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.