સાવરકુંડલા શહેરમાં ઓનલાઇન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક અજ્ઞાત સાયબર ગઠિયાએ એક પ્રૌઢનો મોબાઇલ ફોન હેક કરીને તેમના બેંક ખાતામાંથી ગૂગલ પે એપ્લિકેશન મારફતે ટુકડે-ટુકડે કુલ રૂપિયા ૧,૩૦,૦૦૦ ની ઓનલાઇન ઠગાઈ આચરી હતી. આ મામલે ભોગ બનનારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.હુસેનભાઇ ફકરૂદીનભાઇ લોકાટએ હૈદરાબાદના અડરલા નિતિન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના મોબાઈલ ફોનને આરોપીએ કોઈ અજ્ઞાત માધ્યમથી હેક કરી લીદો હતો. ફોનનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લીધા બાદ શાતિર આરોપીએ ફરિયાદીની જાણ બહાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શનો શરૂ કર્યા હતા. આરોપીએ ફરિયાદીના બેંક ખાતા સાથે જોડાયેલી ગૂગલ પે એપ્લિકેશનનો દુરુપયોગ કર્યો હતો. તેમને ગંધ પણ ન આવે તે રીતે અલગ-અલગ તારીખે જુદી-જુદી રકમના ઓનલાઇન વહેવારો કરવામાં આવ્યા હતા.જ્યારે તેમને પોતાના ખાતામાંથી મોટી રકમ ગાયબ થઈ હોવાની ખબર પડી, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બેંક ખાતાની તપાસ કરતા માલૂમ પડ્‌યું હતું કે તેમની જાણ બહાર કુલ રૂ.૧,૩૦,૦૦૦ ઉપડી ગયા છે. પોતાની સાથે
આભાર – નિહારીકા રવિયા ઓનલાઇન ફ્રોડ થયું હોવાનો અહેસાસ થતાં જ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.