સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને બનાસકાંઠાથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્્યો છે. ગેનીબેનનું આ નિવેદન હાલમાં જ પાલનપુરના ચરોતર કમલમ કાર્યાલય ખાતે આવેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની મુલાકાત દરમિયાન તેમણે કરેલા નિવેદન બાદ આવ્યું છે. ગેનીબેન ઠાકોરે વિશ્વકર્માને વળતો જવાબ આપતા કહ્યું કે, મે ચૂંટણી સમયે બેન તરીકે મામેરું માગ્યું હતું, જનતાએ સંસ્કૃતિ જાળવી ખોબલે-ખોબલે મને મત આપ્યા હતા.
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આપેલા નિવેદન મામલે કહ્યું કે, તેઓ બનાસકાંઠાના પુત્ર તરીકે વાત કરતા હોય તો તેમને બનાસકાંઠાની જનતાનું અપમાન કર્યું છે, તેમને માફી માગવી જાઈએ. જા તેમને તેમની સત્તાનો બહુ પાવર હોય તો તેમણે ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠાથી લડવી જાઈએ. હું પણ મોવડી મંડળને વિનંતી કરું છું કે, જ્યાં જગદીશ વિશ્વકર્મા ચૂંટણી લડે ત્યાં જ મને ટિકિટ આપે.
ગેનીબેને કહ્યું, મને ટિકિટ નહીં મળે તો અમારો કોઈ પણ કોંગ્રેસનો ઉમેદવાર જગદીશ વિશ્વકર્માની સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે, અને સક્ષમ છે. તેમને જે શબ્દો ઉચ્ચાર્યા છે જે અપમાન કર્યું છે. ત્યારે બનાસકાંઠાનુ પાણી શું છે તે તેમને પ્રજા બતાવશે. તેમણે વધુમાં કહ્યું ઊંચા સ્થાન પર બેસીને આ પ્રકારના નિવેદન તેમની માનસિકતા છતી કરે છે. હું ઓબીસી મહિલાઓ માટે આરક્ષણની વાત કરું છું. જ્યારે ભાજપના ઓબીસી નેતાને ઓબીસી હોવાનો કેટલું ગૌરવ છે તે આ વાત પરથી નક્કી થાય છે.
પોતાને બનાસકાંઠાના ગણાવે છે, પરંતુ આ પ્રકારની વાતથી બનાસકાંઠાની મહિલાઓ પ્રત્યે એટલો પ્રેમ છે, તે તેમની માનસિકતા છતી કરે છે. કોંગ્રેસ વર્ષો સુધી પંચાયત લઈ પાર્લામેન્ટ સુધી જીતી પરંતુ ભાજપની મહિલાઓ કે કોઈ માટે અપમાનજનક શબ્દો નથી ઉચ્ચાર્યા. વડાપ્રધાન ઓબીસી છે, ત્યારે આવા લોકોને ઊંચા સ્થાન પર બેસાડીને મહિલાઓને અપમાન કરવા માટેનો મોકો ન આપવો જાઈએ. સત્તા કોઈના બાપની માલિકીની પેઢી નથી પ્રજા છે ડેમોક્રેસી છે હાર જીત લોકશાહીનો ભાગ છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ આપેલા નિવેદનને લઈ હવે બનાસકાંઠા જિલ્લા અને વાવ થરાદ જિલ્લામાં રાજકારણ તેજ બન્યું છે, જગદીશભાઈ વિશ્વકર્માએ નિવેદન આપતા કહ્યું હતું કે, તમારા પલ્લુમાંથી સીટો આંચકી લીધી છે, ત્યારે નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવવામાં આવ્યું છે. કોંગ્રેસ ઠાકરશી રબારી અને ગેનીબેન ઠાકોરે જગદીશભાઈ વિશ્વકર્માને મહિલાઓનું અપમાન કરવા બદલ માફી માંગવા માટેની માંગ કરી છે. સાથે જ ગેનીબેન ઠાકોરે આગામી ચૂંટણીમાં સામસામે ચૂંટણી લડી લેવાની ચેલેન્જ ફેંકી છે.