દુષ્કર્મ પીડિત સગીરાઓના અધિકારો અને આરોગ્યને પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટએ અમદાવાદની ૧૬ વર્ષીય સગીરાને ૨૨ સપ્તાહના ગર્ભના ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. સાથે જ જામનગરની ૧૭ વર્ષીય સગીરાના ૨૪ સપ્તાહના ગર્ભપાત માટે મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા છે.
અમદાવાદના કેસમાં, ૧૬ વર્ષની સગીરાએ દુષ્કર્મના કારણે થયેલા ગર્ભને સમાપ્ત કરવા માટે હાઈકોર્ટનો દરવાજા ખટખટાવ્યો હતો. આ કેસમાં આરોપી સામે વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. કેસની સંવેદનશીલતા અને તાત્કાલિકતા ધ્યાનમાં રાખીને, હાઈકોર્ટએ અમદાવાદ સિવિલ હોસ્પિટલને મેડિકલ તપાસ કરવા અને વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
આજે કોર્ટ સમક્ષ રજૂ થયેલા મેડિકલ રિપોર્ટમાં જણાવાયું હતું કે ગર્ભપાતમાં સામાન્ય જાખમો હોવા છતાં, તબીબી રીતે ગર્ભપાત શક્ય  છે. આ આધાર પર હાઈકોર્ટે સગીરાને ગર્ભપાત કરવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટએ મહત્વપૂર્ણ નિર્દેશ આપતા જણાવ્યું કે ગર્ભપાત કરતા પહેલા સગીરાની સંમતિ લેવી ફરજિયાત રહેશે. સાથે જ ગર્ભના ડ્ઢદ્ગછ સેમ્પલ તપાસ અધિકારીને સોંપવાના રહેશે, જેથી ગુનાની તપાસમાં મદદ મળી શકે.
કોર્ટએ વધુમાં કહ્યું કે જા ગર્ભપાત દરમિયાન બાળક જીવતું જન્મે તો તેની સંપૂર્ણ સારવાર અને કાળજી લેવામાં આવશે. જા સગીરા બાળકને રાખવા ઇચ્છતી ન હોય, તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આ કેસમાં અરજદાર તરફથી વકીલ ઝલક સુથારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે સગીરાની માનસિક અને શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપવી અત્યંત જરૂરી છે. તેમણે કોર્ટના આ નિર્ણયને પીડિતાના હિતમાં મહત્વપૂર્ણ ગણાવ્યો.
બીજી તરફ, જામનગરથી આવેલા સમાન કેસમાં ૧૭ વર્ષ અને ૭ મહિનાની સગીરાએ ૨૪ સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરી છે. આ મામલે હાઈકોર્ટે જામનગર સિવિલ હોસ્પિટલને સગીરાની તાત્કાલિક મેડિકલ તપાસ કરવા અને ૪ મે સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. જામનગર કેસમાં અરજદાર તરફથી વકીલ નિશિત આચાર્ય રજૂઆત કરી હતી કે ગર્ભનો સમયગાળો વધુ હોવા છતાં, પીડિતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટ યોગ્ય નિર્ણય લે ત્યારે આગામી દિવસોમાં જામનગર કેસનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હાઈકોર્ટ આ મુદે હુકમ કરશે.