અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ ગામના તેજસ્વી યુવાન ગૌરવ મુકેશભાઈ ખુંટે પોતાની અદભૂત પ્રતિભા દ્વારા ફરી એકવાર સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા (ય્સ્ઝ્ર) દ્વારા આયોજિત ટાઉન પ્લાનિંગ આસિસ્ટન્ટની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગૌરવભાઈએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને પોતાના પરિવાર અને પંથકનું ગૌરવ વધાર્યું છે. સતત બીજી વખત રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવવો છે.ગૌરવ ખૂંટને પરિવારના સભ્યો તેમજ મિત્રવર્તુળ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.









































