૨૮મી તારીખે જુનાગઢ જિલ્લાની ૯ તાલુકા પંચાયતોની મતગણતરી કરવામાં આવી હતી. તેમાં વિસાવદર, જુનાગઢ અને ભેસાણ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો દબદબો જાવા મળ્યો છે, જ્યારે મેંદરડા, માણાવદર, માળીયા, કેશોદ, માંગરોળ અને વંથલી તાલુકા પંચાયતમાં ભાજપનો કબજા જાવા મળ્યો છે. ૯ તાલુકા પંચાયતો પૈકી જુનાગઢ તાલુકા પંચાયતમાં સૌથી વધુ સસ્પેન્સ જાવા મળી રહ્યું છે. અહીં ૧૮ સીટોમાંથી ૯ સભ્યો આમ આદમી પાર્ટીના અને ૯ સભ્યો ભાજપના ચૂંટાયા છે. આ સ્થિતિને કારણે આગામી દિવસોમાં તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીને લઈને ભારે સસ્પેન્સ અને કાયદાકીય ગડમથલ જાવા મળવાની શક્યતા છે.
૨૮મી તારીખે જુનાગઢ જિલ્લા પંચાયતની સાથે જિલ્લાની ૯ તાલુકા પંચાયતોની મતગણતરી કરવામાં આવી હતી. તેમાં ૬ તાલુકા પંચાયતોમાં ભાજપને અને ૨ તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. આ તાલુકા પંચાયતોમાં આગામી દિવસોમાં ભાજપ અને આપના પ્રમુખો સત્તાના સૂત્રો સંભાળશે.પરંતુ સૌથી મોટું સસ્પેન્સ જુનાગઢ તાલુકા પંચાયતને લઈને છે. અહીં ૧૮ સભ્યોમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ૯-૯ સભ્યો ચૂંટાયા છે. આવી સ્થિતિમાં બંને પક્ષો તાલુકા પંચાયતમાં પોતાના પ્રમુખને ચૂંટવા માટે અત્યારથી જ પ્રયત્નો શરૂ કરી દીધા છે.
આગામી દિવસોમાં તાલુકા વિકાસ અધિકારી જુનાગઢ તાલુકા પંચાયતની સામાન્ય સભા બોલાવશે, જેમાં ચૂંટાયેલા સભ્યોના શપથવિધિ અને ત્યારબાદ પ્રમુખ પદની ચૂંટણી થવાની પૂરી શક્યતા છે. આ સ્થિતિમાં નવ-નવ સભ્યો ધરાવતી ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રમુખ પદના ઉમેદવારો ઊભા રાખશે. આવી સ્થિતિમાં બંને પાર્ટીઓને પોતાના ઉમેદવારને જીતાડવા માટે કાયદાકીય શોગઠાબાજી અને તોડજાડની ગતિવિધિઓ અપનાવવી પડી શકે છે. જા કોઈ સભ્ય પોતાની પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ મત આપે અથવા પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જાડાઈ જાય તો પરિસ્થિતિ વધુ રસપ્રદ બની શકે છે.
નવ તાલુકા પંચાયતોમાં પાર્ટીઓની સ્થિતિ
વિસાવદર તાલુકા પંચાયતઃ આમ આદમી પાર્ટી – ૧૧, ભાજપ – ૬, અપક્ષ – ૧
ભેસાણ તાલુકા પંચાયતઃ આમ આદમી પાર્ટી – ૧૩, ભાજપ – ૩
બાકીની તાલુકા પંચાયતોમાં આપ અને કોંગ્રેસના એકાદ-બે સભ્યો જ ચૂંટાયા છે.ભેસાણ અને વિસાવદર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને જેટલી સરળતા છે, એટલી જ માથાકૂટ જુનાગઢ તાલુકા પંચાયતમાં પોતાના ઉમેદવારને પ્રમુખ બનાવવા માટે છે. બંને પાર્ટીઓ માટે પહેલી વેતરણી પોતાના સભ્યને પ્રમુખ પદે બેસાડવાની છે. જે પાર્ટી આમાં સફળ રહેશે તેનો પ્રમુખ બનશે. પરંતુ સમાન સંખ્યાને કારણે કોઈ પણ સભ્ય પોતાની પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ મત આપે અથવા રાજીનામું આપી અન્ય પાર્ટીમાં જોડાઈ જાય તો પ્રમુખ પદની ચૂંટણી અત્યંત રસપ્રદ અને અનિશ્ચિત બની રહેશે.










































