અમરેલીના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે તાજેતરમાં રાજ્ય કક્ષાની ઇન્ટર ડ્ઢન્જીજી શૂટિંગ લીગ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાતની ૬ વિવિધ ડ્ઢન્જીજી શાળાઓના અંદાજે ૧૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અદભૂત રમત અને ચોકસાઈનું પ્રદર્શન કરીને કુલ સાત પદકો પોતાના નામે કર્યા છે.સ્પર્ધામાં આકાશ રાજપરા, સૃષ્ટિ બાંભણીયા અને રાજેશ બાંભણીયાએ પોતપોતાની કેટેગરીમાં સુવર્ણ પદક જીતી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત ખુશાલી વાઘેલા, ગુંજલ તાવીયા અને યુગ વેકરીયાએ રજત પદક જ્યારે રીના તાવીયાએ કાંસ્ય પદક મેળવી અમરેલી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. પ્રમુખ વસંતભાઈ ગજેરા અને મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા સહિતના પદાધિકારીઓએ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી.








































