સાવરકુંડલા, જૂના સાવર અને લીલીયા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં આદસંગ, ઘનશ્યામનગર, ધાર અને ધજડી જેવા ગામોમાં જંગી જાહેર સભાઓ અને લોકસંપર્ક બેઠકો યોજાઈ હતી. આ બેઠકો દરમિયાન ધારાસભ્યએ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોની વિગતો રજૂ કરી હતી. તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી વિજયી બનાવવા જનતાને અપીલ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં જનસમર્થનનો ભારે જ્વાર જોવા મળી રહ્યો છે અને કાર્યકરોમાં પણ નવી ઊર્જાનો સંચાર થયો છે.









































