સ્થાનિક શેર બજારમાં આજે સતત બીજા દિવસે મજબૂત તેજી જાવા મળી. મંગળવારે બજાર નોંધપાત્ર ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ બપોરે ૧ઃ૩૦ વાગ્યા પછી, ખરીદીમાં તેજી આવવા લાગી, અને ત્યાંથી, બજારમાં વેગ આવ્યો. મંગળવારે, અઠવાડિયાના બીજા દિવસે,બીએસઇ સેન્સેક્સ ૫૦૯.૭૩ પોઈન્ટ (૦.૬૯ ટકા) વધીને ૭૪,૬૧૬.૫૮ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ પણ ૧૫૫.૪૦ પોઈન્ટ (૦.૬૮ ટકા) વધીને ૨૨,૯૬૮.૨૫ પર બંધ થયો. એ નોંધનીય છે કે સોમવારે બજાર નીચા સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને અંતે નોંધપાત્ર વધારા સાથે બંધ થયું હતું.
મંગળવારે, સેન્સેક્સના ૩૦ માંથી ૨૦ શેર લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના ૧૦ લાલ નિશાનમાં બંધ થયા. તેવી જ રીતે, નિફ્ટી ૫૦ માં, ૫૦ માંથી ૩૫ કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની ૧૫ કંપનીઓના શેર નુકસાન સાથે બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં,એચસીએલ ટેકના શેર આજે સૌથી વધુ ૨.૭૭ ટકાના વધારા સાથે બંધ થયા. જ્યારે, દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઈન્ડીગોના શેર સૌથી વધુ ૦.૮૭ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સેન્સેક્સના બાકીના શેરોમાં,ટીસીએસ ૨.૬૮ ટકા, ઇન્ફોસિસ ૨.૬૦ ટકા, ભારતી એરટેલ ૨.૧૩ ટકા, સન ફાર્મા ૧.૬૭ ટકા, ટેક મહિન્દ્રા ૧.૫૮ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૩૦ ટકા,આઇટીસી ૧.૨૭ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૧.૨૧ ટકા, મારુતિ સુઝુકી ૧.૦૫ ટકા, ટાટા સ્ટીલ ૦.૯૯ ટકા,એનટીપીસી ૦.૭૯ ટકા, બજાજ ફિનસર્વ ૦.૭૨ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૬૧ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૫૫ ટકા, એક્સિસ બેંક ૦.૪૩ ટકા, મ્ઈન્ ૦.૧૩ ટકા,એચડીએફસી બેંક ૦.૧૧ ટકા, પાવર ગ્રીડ ૦.૧૦ ટકા અને એશિયન પેઇન્ટ્સ ૦.૦૮ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, અદાણી પોર્ટ્સના શેર ૦.૫૨ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ૦.૫૦ ટકા, ટાઇટનના શેર ૦.૩૧ ટકા, ટ્રેન્ટના શેર ૦.૨૭ ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેર ૦.૨૩ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ૦.૨૨ ટકા, એલ એન્ડ ટીના શેર ૦.૧૬ ટકા, ઇટરનલના શેર ૦.૧૧ ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ૦.૦૧ ટકા ઘટીને બંધ થયા.






































