બ્રહ્માકુમારીઝ જેસીંગપરા અમરેલી ખાતે શ્રીમદ ભગવત ગીતા જ્ઞાન સપ્તાહના ત્રીજા દિવસે વાતાવરણ આધ્યાત્મિક ઊર્જા અને દિવ્ય અનુભૂતિથી ભરપૂર રહ્યું હતું. જેસીંગપરા નીલકંઠ ચોક ખાતે યોજાયેલી કથાના ત્રીજા દિવસે ૩૩૦ વડીલોનું “વડીલ વંદના” અંતર્ગત ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ઈશ્વર પિતાની સ્મૃતિમાં બ્રહ્માકુમારી બહેનોના હસ્તે વડીલોને ખેસ પહેરાવી, ચંદનનું તિલક લગાવી તથા ગુણોની ગુલાબવર્ષા કરી શુભ આશીર્વાદ સાથે સન્માનિત કરાયા હતા.









































