રાજુલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ વૈભવભાઇ દ્વારા આરોપી હામદભાઇ કાબરીયા વિરુધ્ધ ગુનો નોંધાયો છે, જેઓ પોતાની રિક્ષા (GJ 23 Z 1427) પૂરઝડપે ચલાવતા ઝડપાયા હતા. બીજી તરફ, ડુંગર રેલ્વે ફાટક પાસે પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઇએ લુસડી ગામના કાકુભાઇ પરમારને પોતાની સીટી ૧૦૦ મોટરસાયકલ (GJ 04 7784)) ગફલતભરી રીતે ચલાવતા પકડી પાડ્‌યા હતા. આ બંને કિસ્સામાં ચાલકોએ અન્ય રાહદારીઓ અને વાહનચાલકોની જિંદગી જોખમાય તે રીતે વાહન હંકારી કાયદાનો ભંગ કર્યો હોવાનું ગૂનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.