૨૮ માર્ચથી શરૂ થવાનું છે. આ સીઝનની શરૂઆત પહેલાં સીએસકેએ એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે તેના ચાહકો માટે ‘રોર ૨૦૨૬’ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં, સીએસકેએ તેના બે ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ, સુરેશ રૈના અને મેથ્યુ હેડનને ફ્રેન્ચાઇઝના પ્રથમ ‘હોલ ઓફ ફેમ’માં સામેલ કર્યા. બંને ખેલાડીઓ ઘણા વર્ષો સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝના અભિન્ન ભાગ રહ્યા અને ચેન્નાઈને અનેક પ્રસંગોએ યાદગાર જીત અપાવી.
‘ચિન્ના થાલા’ તરીકે જાણીતા ભૂતપૂર્વ ડાબોડી બેટ્‌સમેન સુરેશ રૈનાએ ૨૦૦૮ થી ૨૦૨૧ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યું. તે ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૮ અને ૨૦૨૧માં આઇપીએલ ટાઇટલ વિજેતા ટીમોનો ભાગ હતો. તે ચેન્નાઈનો અગ્રણી રન-સ્કોરર રહ્યો છે, તેણે ફ્રેન્ચાઇઝ માટે ૫,૫૨૯ રન બનાવ્યા છે. રૈનાએ ફ્રેન્ચાઇઝ માટે રમતી વખતે ઘણી મેચોમાં યાદગાર ઇનિંગ્સ રમી છે. તેણે ધોનીની ગેરહાજરીમાં કેટલીક મેચોમાં સીએસકેનું નેતૃત્વ પણ કર્યું હતું.
બીજી તરફ, ભૂતપૂર્વ ડાબોડી ઓપનિંગ બેટ્‌સમેન મેથ્યુ હેડન ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો મુખ્ય સભ્ય હતો. તે ૨૦૧૦ માં આઇપીએલ ટાઇટલ જીતનાર ટીમનો ભાગ હતો. હેડન આ ટીમનો ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો. હેડને ૨૦૦૯ ની આઇપીએલ સીઝનમાં ૫૭૨ રન બનાવીને ઓરેન્જ કેપ એવોર્ડ જીત્યો હતો. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનરે ફ્રેન્ચાઇઝ માટે ૧,૧૦૭ રન બનાવ્યા છે.
રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સ ૩૦ માર્ચે ગુવાહાટીના એસીએ સ્ટેડિયમ ખાતે શરૂઆતની સીઝનના ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે.સીએસકેનો આગામી મુકાબલો ૩ એપ્રિલે ચેપોક ખાતે પંજાબ કિંગ્સ સામે થશે. ત્યારબાદ તેઓ ૫ એપ્રિલે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડીંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. સીએસકે ૧૧ એપ્રિલે ચેપોક સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ સિઝનમાં સીએસકે કેવું પ્રદર્શન કરે છે અને તેઓ ટોપ ફોરમાં સ્થાન મેળવી શકે છે કે કેમ તે જાવાનું બાકી છે.