અમરેલી એલ.સી.બી. ટીમે ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ચીલઝડપની ઘટનાનો ભેદ ઉકેલી બે પરપ્રાંતીય ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા છે. આ ઘટના ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બની હતી, જેમાં વિજયાબેન ટાંક નામના મહિલાને પાવડર કે શેમ્પૂ વેચવાના બહાને વિશ્વાસમાં લઈ, કોઈ અજાણ્યા પ્રવાહી દ્વારા આંખે અંધારા લાવી તેમનો સોનાનો ચેઈન ઝૂંટવી લેવામાં આવ્યો હતો. એલસીબી પીઆઈ એ.ડી. ચાવડા અને તેમની ટીમે ટેકનિકલ સોર્સના આધારે બિહારના રહેવાસી એવા મહમદ સમશેર અને મહમદ જીયાઉલને પકડી પાડ્‌યા છે. તેમની પાસેથી સોનાનો ચેઈન, મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ ૧,૩૫,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે