ચલાલામાં શ્રી મોગલમા માનવ સેવા ટ્રસ્ટ, ચલાલા-સુરત દ્વારા ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાઈ મંદિરના પવિત્ર સાનિધ્યમાં શ્રી હનુમાનજી મંદિરનો પાવન પાટોત્સવ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. આજ રોજ રવિવાર, તા. ૧ માર્ચ ૨૦૨૬ના સાંજે ૬ઃ૦૦ વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના પાઠ અને મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપના નવનિયુક્ત ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન પ્રકાશભાઈ કારીયા તેમજ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી વનરાજભાઈ રાવતભાઈ વાળાનું સન્માન પણ કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા ‘આઈ મોગલ સંદેશ’ માધ્યમથી ભક્તજનો, રાજકીય તથા સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોને ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.







































